અમેરિકાની ફાસ્ટ-ફૂડ ચેઇન વેન્ડિઝ કંપનીએ ભારતમાં 250 સુધીના ક્લાઉડ કિચન સ્થાપવા માટે રિબેલ ફૂડ્સ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતીના ભાગરૂપે રિબેલ ફૂડ્સ વેન્ડિઝની ભારત ખાતેની માસ્ટર ફ્રેન્ચાઇઝી સીયેરા નેવાડા રેસ્ટોરાં સાથે ભાગીદારી કરશે.
રિબેલ ફૂડ્સના સહ-સ્થાપક કલ્લોલ બેનરજીએ જણાવ્યું હતું કે આ નિર્ણાયક ભાગીદારી છે. ભારતમાં રિબેલ ફૂડ સાથે ભાગીદારી કરીને વેન્ડિઝને દેશભરમાં ઝડપથી વિસ્તરણ કરવામાં મદદ મળશે અને ઓછા મૂડીરોકાણની જરૂર પડશે.
વેન્ડિઝ ભારતમાં વિસ્તરણ કરવા માગે છે. તેના સ્થાનિક મેનુમાં ચિકન ચિલી, મસાલા ફ્રાઇ અને બન ટિકીનો સમાવેશ થાય છે. રિબેલ સાથે ભાગીદારાથી વેન્ડિઝને સમગ્ર ભારતમાં વ્યાપ અને સ્થાનિક નોલેજનો લાભ મળશે. ભારતના શહેરમાં નવા જીવનશૈલીને કારણે ડિલિવરી ઓન્લી બ્રાન્ડની ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. રિપોર્ટ એન્ડ ડેટાના અહેવાલ અનુસારમાં ભારતનું ક્લાઉડ કિચન માર્કેટ ગયા વર્ષે 160 મિલિયન ડોલરનું હતું અને તેમાં 2026 સુધીમાં 18 ટકા વૃદ્ધિની ધારણા છે.