threatening professors in Detroit
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલીમાં યુનિયન રોડ પર મસ્જિદની બાજુમાં આવેલા ઈલાપથીશ્વર અલયમ – શિવ મંદિરમાં ઘૂસીને બૂટ ઉતારવાની ના પાડી પવિત્ર નવગ્રહના ચંદ્રમાની મૂર્તિ ફેંકવાનો પ્રયાસ કરી દિવો તોડવાનો પ્રયાસ કરતા શ્યામ વર્ણના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

દક્ષિણ ભારતીય પરંપરા ધરાવતા મંદિરના પૂજારી પંડિત રાજાએ ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે ‘’તા. 6 જાન્યુઆરીના રોજ શનિવારે શ્યામ વર્ણનો પુરુષ ઘુસણખોર ચહેરા પર માસ્ક અને હૂડી પહેરીને મંદિરમાં આવ્યો હતો. મેં અને મંદિરના સ્ટાફે તેને બૂટ ઉતારવા અને હૂડ નીચે ખેંચવા કહ્યું હતું. પણ તે મંદિર તરફ ગયો હતો અને નવગ્રહ પૈકીના ચંદ્રમાની પ્રતિમા ઉંચકીને ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

હતો. પરંતુ સદભાગ્યે અમારા મેનેજર અને અન્યએ તેને પકડી લીધો હતો અને ચંદ્રમાની પ્રતિમા ખુંચવી લીધી હતી. તે પછી તેણે અપ્સરાઓની પ્રતિમા ધરાવતો પિત્તળનો લાંબો દિવો ફેંકતા તે તૂટી ગયો હતો.’’

રાજાએ કહ્યું હતું કે ‘’મંદિરમાં હાજર અન્ય ભક્તોએ તેને મંદિરની આગળ લઈ ગયા હતા અને પોલીસ આવી ત્યાં સુધી પકડી રાખ્યો હતો. આ સમય દરમિયાન, તે અરેબિક ભાષામાં કુરાનના પાઠ કરી રહ્યો હતો અને ‘અલ્લા હુ અકબર’ના નારા લગાવતો હતો. ત્યારબાદ તેણે એક પોલીસ અધિકારી પર પણ હુમલો કર્યો હતો.’’

મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ કહ્યું: “6 જાન્યુઆરીના રોજ બપોરે 1.30 વાગ્યાના થોડા સમય પછી પોલીસને વેમ્બલીમાં આવેલા એક હિન્દુ મંદિરમાં પ્રવેશનાર એક વ્યક્તિ માટે બોલાવવામાં આવી હતી. એવું નોંધવામાં આવ્યું હતું કે 22 વર્ષીય વ્યક્તિ મંદિરની અંદર નોંધપાત્ર ખલેલ પહોંચાડી રહ્યો હતો. અધિકારીઓએ હાજરી આપી હતી અને માણસની અટકાયત કરવામાં આવી હતી. તેના હૃદયના ધબકારા વધવાને કારણે સાવચેતી તરીકે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ ઈમરજન્સી વર્કર પર હુમલો કરવાની શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.”

પોલીસ પ્રવક્તાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું હતું કે “અમને એક વ્યક્તિ બૂમો પાડતા અને સંપત્તિને નુકસાન પહોંચાડવાના અહેવાલો માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારે ત્યાં હાજર કોઈએ કોઈપણ સંબંધિત ગુનાહિત આરોપને સમર્થન આપવા માંગતા ન હતા.”

અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરની સ્થાપના 30 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને મુખ્યત્વે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને બિહારના ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે.

LEAVE A REPLY