સીરીયલ બ્રાન્ડ વીટાબિક્સના નવા અભ્યાસમાં લોકોને રોજબરોજ કનડતા પ્રશ્નો અને મુદ્દાઓ વિષે રોચક માહિતી જાણવા મળી છે. જેમાં રસ્તાની વચ્ચે ખાડાઓ, કૂતરાઓના મળને નહિં ઉપાડતા તેના માલિકો અને કસ્ટમર સર્વિસના ફોન પર અટકી જવાનો સમાવેશ થાય છે.
45% લોકોએ સ્વીકાર્યું હતું કે તેઓ નિરાશા-મુક્ત દિવસને યાદ કરી શક્યા નથી અને 81% માને છે કે તેમનું નીચુ પરફોર્મન્સ તેમની હેરાનગતિનું મુખ્ય કારણ છે. જે માટે દેશને ‘ફિક્સિંગ’ની જરૂર છે.
રાષ્ટ્રીય મહત્વની શોધને ઉજાગર કરતી વીટાબિક્સની નવી ટીવી જાહેરાતને પગલે આ સંશોધન કરાયું હતું જેનો ઉદ્દેશ્ય યુકેને વીટબિક્સનો ફાયદો અપાવવાનો અને રાષ્ટ્રને તેના સર્વશ્રેષ્ઠ તરફ પાછા લાવવા માટે પ્રેરણા આપવાનો છે.
આ માટે 2,000 પુખ્ત વયના લોકોના સર્વેક્ષણમાં ધીમા રાહદારીઓ, બે પાર્કિંગ સ્લોટમાં વચ્ચે પોતાની કાર પાર્ક કરતા લોકો, મોટરવે પર બે લેન વચ્ચે કાર ચલાવતા મોટરચાલકો, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સીટ પર પોતાની બેગ મૂકતા લોકો અને ધીમી ગતિના રીટેઇલ ચેકઆઉટ લોકોને કેવી રીતે પરેશાન કરે છે તે જણાવાયું છે. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પણ બહાર આવ્યા છે જે લોકોને પરેશાન કરે છે.