Web Series Review: The Citadel
(ANI Photo)
પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડેનની સાઈન્ટિફિક-ફિક્શન સ્પાઈ સીરિઝ ‘સિટાડેલ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. છેલ્લા ઘણા મહિનાથી રુસો બ્રધર્સની આ સીરિઝની ચર્ચા થઈ રહી હતી. ‘કેપ્ટન અમેરિકા’ અને ‘એવેન્જર્સ’ના ડાયરેક્ટર જો અને એન્થની પોતાની આ નવી સીરિઝને જેમ્સ બોન્ડની ટક્કરની ગણાવી રહ્યા છે. 26 મે 2023 સુધી સંપૂર્ણ સીરિઝ ઓટીટી પર જોવા મળશે.
સિટાડેલ એક સ્વતંત્ર ગુપ્તચર એન્જસી છે, જે કોઈ ખાસ દેશ માટે કામ કરતી નથી. આ એજન્સી વિશ્વના કોઈ પણ દેશના લોકોની સુરક્ષાને સમર્પિત છે. સીરિઝની કહાની જ્યાંથી શરૂઆત થાય છે, તેના આઠ વર્ષ પહેલા એક શક્તિશાળી સિંડિકેટ મોનિકોરે સિટાડેલને ખતમ કરી હતી. સિટાડેલનો મૂળમંત્ર છે ‘દુનિયાની ભલાઈ માટે છેવાડાના માનવી સુધી તમામની રક્ષા કરવી’. એક સેટ-અપ મિશન પર સિટાડેલના બે ટોપ એજન્ટ નાદિયા સિંહ અને મેસન પર આત્મઘાતી હુમલો થાય છે. બંને તેમાંથી માંડ-માંડ બચે છે. તેમના રહસ્યોને બચાવવા માટે તેમની યાદો ભૂંસી નાખવામાં આવે છે. કહાની આઠ વર્ષ પછી આગળ વધે છે, સિંડિકેટનો એક સહયોગી જ્યારે મોનિકોરને નષ્ટ કરવા માટે નાદિયા અને મેસનની મદદ લે છે. પરંતુ આ બંને એજન્ટને ભૂલવાની બીમારી છે.
સીરિઝના પ્રથમ બંને એપિસોડ 40-40 મિનિટના છે. પ્રોડ્યૂસર ડેવિડ વીલ અને ડાયરેક્ચર ન્યૂટન થોમસ સિગેલ દર્શકોમાં રોમાંચ વધારતા રહે છે. આ બંને એપિસોડમાં અમેરિકા, ઈટલી અને સ્પેન જોવા મળે છે. જેમાં જાસૂસોના ભૂતકાળની કહાની દર્શાવે છે. ખરાબ તાકાત સામે લડાઈની કહાની આગળ વધતી રહે છે. સિટાડેલના સહયોગી બર્નાર્ડ ઓરલિક (સ્ટેનલી ટુકી), ક્રાઈમ સિંડિકેટના ખરાબ ઈરાદાને નિષ્ફળ કરવા માટે સંગઠનને ફરીથી જોડવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. આ કામમાં નાદિયા અને મેસન તેની મદદ કરે છે, પરંતુ બંને તેમની ગુમાવેલી યાદશક્તિની સાથે એક નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે. કહાણીમાં આ રીતે બે શક્તિશાળી જાસૂસ એજન્સીઓ વચ્ચે લડાઈ શરૂ થાય છે, જે એક્શન, મોતને ચકમો દેતા સ્ટંટ, સતત આવનારા ટ્વિસ્ટની સાથે સીરિઝ આગળ વધે છે.
પ્રિયંકા ચોપરાએ એક જાસૂસ તરીકે ખૂબ જ ગંભીરતાથી અભિનય કર્યો છે, તેણે અભિનયની સાથે ઘણા ચોંકાવનારા સ્ટંટ કર્યા છે. રિચર્ડ દરેક મિશન માટે ખતરનાક છે, સીરિઝમાં તે એક પ્રેમાળ પિતા અને પતિ પણ છે. પ્રિયંકા અને રિચર્ડની કેમેસ્ટ્રી સીરિઝમાં જામી ગઇ છે. લેસ્લી મેનવિલ મટિયોગે બ્રિટિશ એમ્બેસેડર ડેલિયા એચરની ભૂમિકામાં મજબૂત પર્ફોર્મન્સ આપ્યું છે.

LEAVE A REPLY