સરકારે વિકાસના એક કે બે માપદંડમાં પાછળ રહી ગયેલા 142 જિલ્લાઓને અલગ તારવ્યા છે અને એસ્પિરેશન જિલ્લાઓના કિસ્સાની જેમ આ જિલ્લાઓ માટે સામુહિક ધોરણે કામ કરવાનો તમામ સરકારો માટે નવો પડકાર નિર્ધારિત કર્યો છે, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે અમે એવા 142 જિલ્લા અલગ તારવ્યા છે કે પ્રગતિશીલ, વિકસિત છે, પરંતુ કુપોષણ કે શિક્ષણ જેવા એક કે બે માપદંડોમાં પાછળ રહી ગયા છે. આપણે હવે આ સ્થિતિમાં સુધારો કરવા માટે એસ્પિરેશનલ જિલ્લાઓ માટે કર્યું હતું તેમ સાથે મળીને કામ કરવાની જરૂર છે. આ આપણા તમામ માટે નવો પડકાર છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જિલ્લા વહીટવટીતંત્ર દરેક માટે આ પડકાર છે.
વડાપ્રધાન મોદી મુખ્યપ્રધાનો, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અ બીજી અધિકારીઓની બેઠકમાં વર્ચ્યુઅલ સંબોધન કરી રહ્યાં હતા. આ કાર્યક્મમાં નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત પણ ઉપસ્થિત હતા.