દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે જૂન મહિનામાં દેશમાં કોરોના સંક્રમણના કેસ સૌથી વધારે નોંધાશે. તેમણે એમ પણ કહ્યું કે લોકડાઉનનો ફાયદો મળ્યો છે અને લોકડાઉનમાં બીજા દેશની સરખામણીમાં ભારતમાં ઓછા કેસ વધ્યા છે. હોસ્પિટલોએ લોકડાઉનમાં પોતાની તૈયારી કરી લીધી છે.
ડોક્ટરોને તાલીમ આપવામાં આવી છે. પીપીઈ કીટ, વેન્ટિલેટર અને જરૂરી મેડીકલ સાધનોની વ્યવસ્થા કરાઈ. કોરોનાની તપાસ વધી છે.ગુલેરિયા કહ્યું કે જે રીતે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કોરોનાના કેસ જૂનમાં પીક ઉપર હશે. ક્યા સુધી કોરોનાના કેસ આવશે? કેટલું લાંબુ ચાલશે? તે અત્યારથી ન કહી શકાય. પરંતુ એ વાત નક્કી છે કે પીક ઉપર કોઈ વસ્તુ હોય તો તે ત્યાંથી ઘટાડો થવાની શરૂઆત પણ થાય છે.
હવે આશા એજ કરીએ કે જૂનમાં પીક પર હશે, ત્યાર પછી કેસમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થશે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 53 હજાર 491થી વધારે કેસ નોંધાયા છે, જ્યારે 1790 લોકોએ જીવ ગુમાવ્યા છે. 15 હજાર 393 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ 35 હજાર 989 એક્ટિવ કેસ છે.