કોંગ્રેસ અધ્યક્ષ એમ મલ્લિકાર્જુન ખડગે (ANI Photo)

મોદી સરકારે કોંગ્રેસના બે બેન્ક એકાઉન્ટ સ્થગિત કર્યા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બુધવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ નાણાભીડનો સામનો કરી રહી છે અને ખર્ચ કરવા માટે પૈસા નથી. ભાજપે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કર્યા છે અને આવકવેરા વિભાગ મારફત જંગી પેનલ્ટી લાદી છે, પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં ચૂંટણી બોન્ડ મારફત આવેલા કરોડો રૂપિયાની વિગતો જાહેર કરતાં નથી. તે અમારી પાર્ટીના પૈસા છે, જે લોકોએ દાન તરીકે આપ્યા છે. ભાજપે તેને સ્થગિત કર્યા છે અને અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી…..

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધતા ખડગેએ લોકોને દેશમાં બંધારણ અને લોકશાહીને “બચાવ” કરવા આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કલબુર્ગીના લોકોએ તેમની ભૂલ સુધારવા” અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવાનો નિર્ણય કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે કર્ણાટકની આ લોકસભાની ચૂંટણીમાં ખડગે ભાજપના ઉમેદવાર ઉમેશ જાદવ સામે આશરે 95,000 વોટથી હારી ગયાા હતા. ખડગે આ વખતે લોકસભાની ચૂંટણી ન લડે તેવી પણ શક્યતા છે.

LEAVE A REPLY