વોટફોર્ડના આર્ચીસ કાર પાર્ક લોઅર હાઈ સ્ટ્રીટમાં 27 ઓક્ટોબર, 2021ના રોજ એક રાહદારી મહિલાને કાર રિવર્સ કરતી વખતે અકસ્માત કરી ઇજા પહોંચાડવા બદલ હાઈવુડ ગ્રોવ, લંડનના 40 વર્ષીય અમર શાહને £1,856નો દંડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
13 માર્ચે સ્ટીવનેજ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમને દોષી ઠેરવ્યા હતા. જ્યારે અકસ્માત પછી નહિં રોકાવાનો આરોપ કાઢી નાંખવામાં આવ્યો હતો. તેને ખર્ચ પેટે £577નો વિક્ટીમ સરચાર્જ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.