નવી મુંબઈ શહેરના બેલાપુર ઉપનગર અને સાઉથ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા વચ્ચે તાજેતરમાં વોટર-ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી છે.
આ સર્વિસ શરૂ થવાથી નવી મુંબઈથી સાઉથ મુંબઈ આવતા લોકોના પ્રવાસનો ઘણો સમય બચી જશે. બેલાપુર જેટ્ટીથી વોટર-ટેક્સી સર્વિસ માટે નયન ઈલેવન નામની વોટર-ટેક્સી છે. તેમાં નીચેના ડેક પર 140 પ્રવાસી બેસી શકે છે. જ્યારે બિઝનેસ ક્લાસ ડેક પર બીજા 60 લોકો પ્રવાસ કરી શકે છે.
આ વોટર-ટેક્સી બેલાપુરથી સવારે 8.30 વાગ્યે ઉપડી એક કલાકથી પણ ઓછા સમયમાં, 9.25 વાગ્યે ગેટવે ઓફ ઈન્ડિયા પહોંચશે. ગેટવે ઓફ ઈન્ડિયા ખાતેથી સાંજે 6.30 વાગ્યે વોટર-ટેક્સી ઉપડશે અને બેલાપુર જશે. આ સર્વિસ સોમવારથી શુક્રવાર ઉપલબ્ધ રહેશે જ્યારે શનિવાર અને રવિવારે સેવા બંધ રહેશે.
લોઅર ડેકની વ્યક્તિદીઠ ટિકિટ રૂ. 250 છે જ્યારે બિઝનેસ ક્લાસમાં માટેની ટિકિટનો દર રૂ. 350 રાખવામાં આવ્યો છે.