આખા જીવન દરમિયાન નિયમિત પૂરતું પાણી પીવાથી હૃદયની નિષ્ફળતા થવાનું જોખમ ઘટી શકે છે. સંશોધકોએ લોકોને દરરોજ કેટલું પ્રવાહી પીવે છે તેના પર ધ્યાન આપવા અને જો તેઓ ખૂબ ઓછું પ્રવાહી પીતા હોય તો પગલાં લેવા વિનંતી કરી છે.
યુકે પબ્લિક હેલ્થ ગાઇડલાઇન મુજબ લોકોએ ચા, કોફી, પાણી, દૂધ અને ખાંડ વગરના પીણાં સાથે કુલ મળી દરરોજ છ થી આઠ ગ્લાસ પ્રવાહી પીવાનું લક્ષ્ય રાખવું જોઈએ. મહિલાઓ માટે આ પ્રમાણ 1.6 થી 2.1 લિટર અને પુરુષો માટે બે થી ત્રણ લિટરની ભલામણ કરાય છે.
બ્રિટીશ ડાયેટીક એસોસિએશન કહે છે કે તમે પૂરતું પાણી પીવો છો કે નહિં તે માપવાનો સૌથી સહેલો રસ્તો “તમારા પેશાબના રંગ પર નજર રાખવાનો છે; જો તે બહુ પીળો હોય તો તમારે વધુ પ્રવાહી પીવાની જરૂર છે.”
સંશોધકોની ટીમે 15,792 મધ્યમ વયના લોકોના લોહીમાં સોડિયમની સાંદ્રતાને જોઈને તેમની હાઇડ્રેશન સ્થિતિને માપી હતી. તે પછી તેઓ હૃદયની અમુક સમસ્યાઓ વિકસાવે છે કેમ તે ચેક કરવા 25 વર્ષ સુધી તે વ્યક્તિઓને ટ્રેક કર્યા હતા.
અભ્યાસના લેખક અને અમેરિકાના બેથેસ્ડા સ્થિત નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યૂટના ડો. નાટાલીયા ડ્મીટ્રીવાએ જણાવ્યું હતું કે “અમારા અભ્યાસ સૂચવે છે કે બરોબર પાણી પીવાથી હૃદયની નિષ્ફળતા તરફ દોરી જતા હૃદયની અંદર થતા ફેરફારોને રોકી શકાય છે અથવા ધીમા કરી શકાય છે. સીરમ સોડિયમની સાંદ્રતામાં દર એક મિલીમોલ દીઠ (mmol/L) થતો વધારો 25 વર્ષ પછી સેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી (LVH) તરીકે ઓળખાતી સ્થિતિ વિકસાવવાનું 20 ટકા વધારે જોખમ ઉભુ કરે છે. તે હૃદયની નિષ્ફળતાની 11 ટકા વધુ સંભાવના સાથે પણ જોડાયેલ છે.
વધુ પાણી પીવાથી ચામડીની સમસ્યાથી લઈને થાક સુધી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થાય છે. ઓબીસીટી ક્ષેત્રમાં ઘણા નિષ્ણાતો – તેમજ ડેન્ટીસ્ટ્સ દાંતના સડાના વધતા દરને જોઇને પ્રવાહી તરીકે લોકોને પાણી પીવા સલાહ આપે છે. કેફીનયુક્ત પીણાં શરીરને પેશાબ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તમે કાકડી, પાલક અને તરબૂચ પણ પાણી આપે છે. માર્ગદર્શિકા મુજબ અંદાજે 20 ટકા દૈનિક પ્રવાહી સામાન્ય રીતે પીણાને બદલે ખોરાકમાંથી આવે છે.