અમેરિકાના કાર્યકારી આર્મી સેક્રેટરી જ્હોન વ્હીટલેએ જણાવ્યું હતું કે, વોશિંગ્ટનમાં હાલમાં રખાયેલા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સ ચોક્કસ જોખમોને કારણે માર્ચના અંત સુધી વોશિંગ્ટનમાં રહેશે. છઠ્ઠી જાન્યુઆરીએ ટ્રમ્પના સમર્થકો દ્વારા થયેલા હિંસક તોફાનો બાદ નવા પ્રમુખ – ઉપપ્રમુખની શપથવિધિ પૂર્વે વોશિંગ્ટનમાં 25,000 સુધી નેશનલ ગાર્ડને રખાયા હતા. પેન્ટાગોનના અધિકારીઓએ પ્રવર્તમાન જોખમ – પડકારોની સ્પષ્ટતા કર્યા વિના જણાવ્યું હતું કે, આવી ચેતવણી એફબીઆઇ તરફથી આવી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે 13,000 ગાર્ડસ હાજર છે જેમાંથી હદુ 7,000 ગાર્ડ્સ ઘટાડાશે અને માર્ચના મધ્યભાગ સુધી 5,000 ગાર્ડ્સ રહેશે.