ઇ-કોમર્સ કંપની વોલમાર્ટ આશરે 2,000 કર્મચારીઓની છટણી કરે તેવી શક્યતા છે. વોલમાર્ટની છટણીથી અમેરિકામાં પાંચ ઇ-કોમર્સ ફુલફિલમેન્ટ સેન્ટર્સને અસર થવાની ધારણા છે.
મબર્ગના અહેવાલ મુજબ વોલમાર્ટ પાંચ ઇ-કોમર્સ સેન્ટર્સમાં કામ કરતા ૨૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરશે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે વોલમાર્ટ ફોર્ટ વર્થ, ટેક્સાસમાં ૧૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરશે, જ્યારે પેસિલ્વેનિયામાં ૬૦૦, ફલોરિડામાં ૪૦૦ અને ન્યૂજર્સીમાં ૨૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે. આ ઉપરાંત કેલિફોર્નિયામાં પણ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની કંપનીની યોજના છે.
ઉલ્લેખનીય છે કે કંપનીએ ગયા મહિને જ કર્મચારીઓને છટણીના સંકેત આપી દીધા હતાં. જો કે કંપનીએ જણાવ્યું છે કે છટણીથી અસરગ્રસ્ત કર્મચારીઓને સંગઠનની અંદર અન્ય ભૂમિકા આપવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની કંપની વોલમાર્ટ લાખો લોકોને રોજગારી આપી રહી છે.