ચાલુ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટા અને રાજીનામાનો દોર ચાલુ થયો છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી જે ચાવડાના રાજીનામા પછી ગુરુવારે વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે વાઘેલાએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું હતું. આ બંને નેતાઓ હવે ભાજપમાં જોડાઇને ફરી ચૂંટણી લડે તેવી અટકળો છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ધર્મેન્દ્રસિંહે બળવો કર્યો હતો. તેમણે વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને વિજય મેળવ્યો હતો. આ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત રહી હોવાનું પણ માનવામાં આવે છે.

LEAVE A REPLY