યુકેમાં લંડન ખાતે આવેલ શ્રીનાથધામ – નેશનલ હવેલી એન્ડ કોમ્યુનીટી સેન્ટર અને વ્રજધામ હવેલી લેસ્ટરનું સંચાલન કરતા વૈષ્ણવ સંઘ ઓફ યુ.કે. દ્વારા ગુરૂવાર, તા. 11 જૂન, 2020ના રોજ શ્રીનાથધામ હવેલી, લંડન ખાતે NHS ના ચિફ એક્ઝીક્યુટીવ, ચિફ ફાઇનાન્સીયલ ઓફિસર અને લંડન નોર્થ વેસ્ટ એનએચએસ ટ્રસ્ટના અન્ય વરિષ્ઠ સભ્યોનું સ્વાગત કરી તેમને કોવિડ-19 માટે એકત્ર કરાયેલ £25,000નો ચેક એનાયત કરાયો હતો.
NHS દ્વારા ઉદાર હાથે સહાય કરનાર VSUKના તમામ સભ્યોની ખૂબ જ પ્રશંસા કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભાવિ પ્રોજેક્ટ્સમાં VSUK સાથે તેઓ કામ કરવા ઇચ્છુક છે તેમ જણાવ્યું હતુ.
હેરોના મેયર અને કાઉન્સિલર નીતિન પારેખે પણ VSUKને આભાર વ્યક્ત કરતો પત્ર પાઠવ્યો હતો. સખાવત માટેનો આ પ્રોજેક્ટ તા. 17મી એપ્રિલના રોજ શરૂ કરાયો હતો અને તા. 18 મે સુધીમાં એક જ માસમાં દાનની રકમનું લક્ષ્ય 150 કરતા વધુ ટેકેદારોની મદદથી હાંસલ કરી લેવાયું હતું.
પ્રસ્તુત તસવીરમાં વીએસયુકે તરફથી ચેક અર્પણ કરતા અધ્યક્ષ, સુભાષ લાખાણી, તેમની પાસે જમણે મીનાબેન પોપટ, ટ્રસ્ટી, શીલુ પટેલ અને વિશાલ સોઢા તેમ જ ચેક પ્રાપ્ત કરનાર એનએચએસ લંડન NW ટ્રસ્ટના ક્રિસ બાઉન (ચીફ એક્ઝિક્યુટિવ) અને જોનાથન રીડ (ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર). વધુ માહિતી માટે જુઓ: www.shrinathdham.org.uk