FILE PHOTO: FILE PHOTO: REUTERS/Jason Cairnduff/File Photo/File Photo

બ્રિટિશ ટેલિકોમ ગ્રુપ વોડાફોને ભારતની સૌથી મોટી ટેલિકોમ ટાવર કંપની ઇન્ડસ ટાવર્સનો આશરે 18 ટકા ઇક્વિટી હિસ્સો વેચી 1.8 બિલિયન ડોલર (રૂ.15,000 કરોડ) એકઠા કર્યા હતાં. ઇન્ડસ ટાવરમાં વોડાફોન આ વેચાણ પહેલા 21.5 ટકા હિસ્સો ધરાવતી હતી અને શરૂઆતમાં 10 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી હતી, પરંતુ રોકાણકારોની ભારે માગને કારણે કંપનીએ લગભગ બમણો હિસ્સો વેચ્યો હતો.

ભારતની બીજા ક્રમની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે વોડાફોન પાસેથી ઇન્ડસના આશરે 10 ટકા શેર ખરીદ્યા હતા.વોડાફોને જણાવ્યું હતું કે તેને શેરદીઠ રૂ.310-341ના ભાવે 48.5 કરોડ ઇન્ડસ શેરનું વેચાણ કર્યું હતું અને કુલ રૂ.15,300 કરોડ અથવા 1.7 અબજ યુરો એકત્ર કર્યા હતાં.

આ નાણાનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરાશે. આ ગ્રૂપ ભારત ખાતેની અસ્કયામતો સામે 1.8 બિલિયન યુરોનો બેંક ઋણ લીધેલું છે. આ બ્રિટિશ ગ્રુપ ભારતમાં વોડાફોન આઇડિયામાં ભાગીદારી ધરાવે છે. દેવાના બોજ હેઠળ ઘેરાયેલી વોડાફોન આઇડિયા ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

LEAVE A REPLY