જુની ફિલ્મોના અભિનેતા સુરેશ ઓબેરોયના પુત્ર વિવેકે તાજેતરમાં એક ખૂબ જ મહત્ત્વની વાત કરી છે. જોકે, તેની વાત કેટલી સાચી છે તે તો બોલીવૂડના અંદરના લોકો જ જાણે. વિવેકનું માનવું છે કે, બોલીવૂડમાં કલાકારની પ્રતિભાને નહીં પરંતુ તેની અટક અને તે કઈ લોબી સાથે જોડાયેલો છે તેને મહત્ત્વ આપવામાં આવે છે. તેની ‘ઇન્સાઇડ એજ 3’ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે.
તે નવી પ્રતિભાઓને આગળ વધવા માટે મંચ આપી રહ્યો છે. તેણે વધુમાં કહ્યું હતું કે, ‘અમારી ઇન્ડસ્ટ્રીથી મને મોટી ફરિયાદ છે કે આપણે યુવા ટેલેન્ટને આગળ વધારવા માટે કોઈ ખાસ વિકાસ નથી કર્યો, એ અઘરું છે.
આપણે તેને એક એક્સક્લુઝિવ ક્લબ બનાવી દીધી છે કે જ્યાં તમારી ટેલેન્ટ નહીં પરંતુ તમારી અટક અથવા તો તમે કોને ઓળખો છો અથવા તો તમે કઈ લોબીના છો અથવા તો કયા દરબારમાં જઈને તમે સલામી ભરો છો એ જોવામાં આવે છે. તેમના માટે એ બધું અગત્યનું છે. એ આપણી કમનસીબી છે.’