ન્યૂયોર્કમાં હેડક્વાર્ટર ધરાવતી મોર્ગેજ કંપની Better.comના આ ભારતીય મૂળના CEO વિશાલ ગર્ગ ઝૂમ વેબિનારમાં કંપનીના 900 કર્મચારીઓને છૂટા કર્યા હતા. માત્ર અઢી મિનિટના ઝૂમ વીડિયો કૉલિંગમાં તેમણે આ કર્મચારીઓને પાણીચુ પકડાવી દીધું હતું. ગર્ગે જણાવ્યું હતું કે ખર્ચકપાતની કવાયતના ભાગરૂપે કંપનીના આશરે 15 ટકા કર્મચારીઓ તેમની નોકરી ગુમાવશે. તેમની હોલિડે સિઝન પહેલા કંપનીના અમેરિકા અને ભારત ખાતેના આ કર્મચારીઓને ઝટકો આપ્યો હતો. ઝૂમ કોલનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો અને ઘણા લોકોએ સીઇઓની ટીકા કરી હતી.
વિશાલ ગર્ગ Better.com ના સ્થાપક અને CEO છે, જે ઘરમાલિકોને હોમ લોન સહિતની વિવિધ ફાઇનાન્શિયલ સર્વિસ ઓફર કરે છે. LinkedIn પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તે એક ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની વન ઝીરો કેપિટલના સ્થાપક ભાગીદાર પણ છે. તેમણે વીડિયોમાં કહ્યું કે આ તેઓ પોતાની કારકિર્દીમાં બીજી વખત આવું કરી રહ્યો છે અને તેને તે બિલકુલ પસંદ નથી. જ્યારે તેણે પહેલીવાર આવું કર્યું ત્યારે તે પોતાના નિર્ણય પર રડી પણ પડ્યા હતા.
વિશાલ ગર્ગ વિવાદનો લાંબો ઈતિહાસ ધરાવે છે. તેણે અગાઉ પણ કર્મચારીઓને કાઢી મૂક્યા હતા અને તે સમયે ખૂબ જ કઠોર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેણે લખ્યું – તમે ખૂબ જ ધીમેથી કામ કરો છો, તમે મૂર્ખ ડોલ્ફિનના ટોળા જેવા છો… તો બસ કરો… બસ કરો… બસ કરો… તમે મને શરમમાં મૂકો છો. ત્યારે પણ તેના વિશે વિવાદ થયો હતો અને હવે આ વખતે જ્યારે તેમણે એક જ ઝાટકે 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે ત્યારે તેઓ ફરીથી વિવાદોનો સામનો કરી રહ્યો છે.