Indian tourists will get UK visitor visa within 15 days

યુકેમાં સંવેદનશીલ પરિવારો તેમની વિઝા ફી માફીની અરજીઓની પ્રક્રિયામાં હોમ ઑફિસના બેકલોગને કારણે “ભય અને અનિશ્ચિતતા”નો સામનો કરી રહ્યા છે અને તેને કારણે તેઓ “કાયમી અનિશ્ચિતતાની અવસ્થામાં” મૂકાઇ ગયા છે.

આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિઝા ફી માફી માટેની વિક્રમી 18,528 અરજીઓ હોમ ઑફિસમાં સબમિટ કરવામાં આવી હતી અને કુલ બેકલોગના લગભગ 33,000 સબમિશન બાકી છે. આ જ સમયગાળામાં વિભાગ દ્વારા માત્ર 69 અરજીઓ સ્વીકારવામાં આવી હતી, જે સંખ્યા અગાઉ 6,000 હતી.

યુકેમાં વિઝા અરજીનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ લોકો માટે ફી માફી ઉપલબ્ધ છે. જો કે તેમાં ઓક્ટોબર 2023થી ફેમિલી વિઝા, સેટલમેન્ટ અને નાગરિકતા માટેની ફીમાં  20 ટકાનો વધારો થયો છે.

પ્રોસેસનો સમય લગભગ આઠ અઠવાડિયાથી વધીને આઠ મહિના થઈ ગયો છે. વિઝા ફીના વધતા ખર્ચની સાથે ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો થયો છે, જે દર વર્ષે એક અરજદાર માટે £624 થી £1,035 સુધીનો છે.

હોમ ઑફિસ આ વિઝા ફીના આવકનો ઉપયોગ ફક્ત માઇગ્રેશન અને બોર્ડર્સ સિસ્ટમના ભંડોળ માટે કરે છે.

LEAVE A REPLY