REUTERS/Philippe Wojazer/Illustration/File Photo

વિઝા ઇન્કે સોમવારે જણાવ્યું હતું કે કંપની તેના પેમેન્ટ નેટવર્ક પર ટ્રાન્ઝેક્શનના સેટલમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સી યુએસડી કોઇનના ઉપયોગને મંજૂરી આપશે. વિઝાની આ હિલચાલ ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીમાં ડિજિટલ કરન્સીના વધતા જતાં ઉપયોગનો સંકેત છે.

યુએસડી કોઈન એક સ્ટેબલ કોઈન ક્રિપ્ટોકરન્સી છે, જેની કિંમત અમેરિકન ડોલર સાથે જોડાયેલ રહે છે.
કંપનીએ જણાવ્યું હતું કે તેને પેમેન્ટ અને ક્રિપ્ટો પ્લેટફોર્મ Crypto.com સાથે એક પાઇલોટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. VISAની યોજના આ વર્ષના અંત સુધીમાં વધુ પાર્ટનર્સને ક્રિપ્ટોકરન્સી દ્વારા પેમેન્ટ સેટલમેન્ટનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની છે.

સામાન્ય રીતે જો ગ્રાહક એક કોફી માટે પેમેન્ટ કરવા Crypto.com Visa cardનો ઉપયોગ કરે તો ક્રિપ્ટોકરન્સી વોલેટમાં ડિજિટલ કરન્સીને ટ્રેડિશનલ મનીમાં કન્વર્ટ કરવાની જરૂર પડે છે. ક્રિપ્ટોકરન્સી વોલેટ ટ્રેડિશનલ ફિઆટ કરન્સીને બેન્ક ખાતામાં જમા કરે છે. આ પ્રક્રિયામાં ખર્ચ વધે છે અને ટ્રાન્ઝેક્શનની જટિલતામાં પણ વધારો થાય છે. વિઝાના તાજેતરના ઉદાહરણથી કોઈ ટ્રાન્ઝેક્શનને સેટલ કરવા માટે ડિજિટલ કોઈનને ટ્રેડિશનલ મનીમાં કન્વર્ટ કરવાની જરૂર નહીં રહે.

બીએનવાય મેલોન, બ્લેકરોક ઇન્ક અને માસ્ટરકાર્ડ જેવી ફાઇનાન્સ કંપનીઓ રોકાણ અને પેમેન્ટના હેતુઓ માટે ક્રિપ્ટોકરન્સીના વધુ ઉપયોગ માટે પગલાં લઈ રહી છે ત્યારે વિઝાએ આ હિલચાલ કરે છે.
ટેસ્લા ઇન્કના વડા એલન મસ્કે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે ગ્રાહકો બિટકોઇન મારફત તેમના ઇલેક્ટ્રિકલ વાહનો ખરીદી શકે છે. તેનાથી રોજિંદા વ્યવહારમાં ડિજિટલ કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન મળવાની આશા છે.