(ANI Photo)

વર્લ્ડ કપમાં સૌથી સારો દેખાવ કરવા બદલ ભારતના વિરાટ કોહલીને ‘પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’ નો એવોર્ડ અપાયો હતો. કોહલીએ આ વર્લ્ડ કપમાં 765 રન કરી બીજા પણ કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આ અગાઉ, 20 વર્ષ પહેલા ભારતના નવા લિટલ માસ્ટર સચિન તેંડુલકરે 2003ના વર્લ્ડ કપમાં 673 રન કર્યા હતા અને પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટનો એવોર્ડ પણ હાંસલ કર્યો હતો. તો યુવરાજ સિંઘે ભારતના સફળ વર્લ્ડ કપ કેમ્પેઈનમાં, 2011માં 362 રન કરી તથા 15 વિકેટ ઝડપી પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટનો એવોર્ડ મેળવ્યો હતો.

વિરાટે એક વધુ મહત્ત્વના રેકોર્ડમાં વન-ડેમાં 50 સદી કરી છે. એ સાથે, તેણે અત્યારસુધી વિશ્વમાં આ ફોર્મેટમાં સૌથી વધુ સદીનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિને 49 સદી કરી હતી. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ કોહલીએ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં જ કોહલીએ 64 ચોગ્ગા સાથે એ રેકોર્ડ નોંધાવ્યો હતો. એ પછી, ફાઈનલમાં તેણે વધુ ચાર ચોગ્ગા સાથે કુલ 68 ચોગ્ગા માર્યા હતા. તેના પછી રોહિત શર્મા 66 ચોગ્ગા સાથે બીજા ક્રમે આવે છે.

 

LEAVE A REPLY