આઇટી કંપની વિપ્રોના આઇટી સર્વિસ યુનિટના કર્મચારીઓની સંખ્યા બે લાખના આંકને વટાવીને 2,09,890 થઈ છે. કંપનીનો સંયુક્ત ચોખ્ખો નફો જૂન 2021 ક્વાર્ટરમાં 35.6 ટકા ઉછળી રૂ.3,242.6 કરોડ થયો હતો. કંપનીએ ગયા વર્ષના સમાન ગાળામાં રૂ.2,390.4 કરોડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જૂન 2021 ક્વાર્ટરમાં વિપ્રો પાંચ વર્ષની મુદતના 750 મિલિયન ડોલરના બોન્ડ જારી કર્યા હતા.
જૂન 2021 ક્વાર્ટરમાં કંપનીની આવક 22.3 ટકા વધીને રૂ.18,252.4 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ.14,913.1 કરોડ હતી. મોટાભાગની આવક આઇટી સર્વિસમાંથી મેળવતી આ કંપનીએ જણાવ્યું હતું કે કંપનીના આઇટી સર્વિસ યુનિટની આવક સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં 2,5,35 મિલિયનથી 2,583 મિલિયન ડોલર રહેવાનો અંદાજ છે, જે ત્રિમાસિક ધોરણે 5થી 7 ટકાનો ઘટાડો દર્શાવે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આઇટી સર્વિસ એકમની આવક 2,414.5 મિલિયન ડોલર રહી હતી, જે ત્રિમાસિક ધોરણે 12.2 ટકા અને વાર્ષિક ધોરણે 25.7 ટકાનો વધારો દર્શાવે છે. કંપની જૂન ક્વાર્ટરમાં આવકમાં 2થી 4 ટકા વધારાનું ગાઇડન્સ આપ્યું હતું. જૂન 2021 ક્વાર્ટરમાં વિપ્રો પાંચ વર્ષની મુદતના 750 મિલિયન ડોલરના બોન્ડ જારી કર્યા હતા.