કાશ્મીરી પંડિતોએ શોપિયા જિલ્લામાં બુધવારે તેમના સમુદાયના સભ્યની હત્યાના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને માગણી કરી હતી કે ટાર્ગેટ કિંલિંગને પગલે કાશ્મીરના કર્મચારીઓનું વડાપ્રધાનના પેકેજ હેઠળ જમ્મુમાં પુનઃવસન કરવું જોઇએ. કેન્દ્રની ભાજપ સરકારે કાશ્મીરી પંડિતોના વિરોધી દેખાવાનો પ્રથમ વખત સામનો કરી રહી છે, કારણ કે ત્રાસવાદીઓ દ્વારા ચાલુ વર્ષે ટાર્ગેટ કિંલિંગની સંખ્યા વધીને 21 થઈ હતી.
મંગળવારે શોપિયામાં સફરજનની વાડીમાં અલ-બદર સંગઠનના ત્રાસવાદીઓએ સુનિલ કુમાર નામના કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી હતી. આ ફાયરિંગમાં તેમના ભાઇ પિતામ્બર કુમારને પણ ગોળી વાગી હતી. આની સાથે
હજારો કાશ્મીર પંડિત કર્મચારીઓ જમ્મુમાં રાહત કમિશનરની ઓફિસે એકઠા થયા હતા અને વિરોધી રેલી કાઢી હતી. દેખાવકારોમાં કાશ્મીરી પંડિતના સંગઠનોના વિવિધ કાર્યકરો પણ જોડાયા હતા. ભારત માતા કી જય અને પંડિતોના પુનઃવસન માટે ન્યાયના સૂત્રો પોકારીને તેમણે રેલી કાઢી હતી અને બે કલાક સુધી હાઇ-વે પરનો તાવી બ્રિજ જામ કરી દીધો હતો. પોલીસે તેમને બ્રિજ પરથી દૂર કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. દેખાવકારો બ્રિજ પર બે કલાક સુધી ધરણા પર બેઠા હતા. પોલીસ સાથે સંઘર્ષ પણ થયો હતો.