ફાઇલ ફોટો REUTERS/Ann Wang

મધ્ય ચીનમાં આવેલી વિશ્વની સૌથી મોટી આઇફોન ફેક્ટરીમાં બુધવારે કોરોના નિયંત્રણો અને વેતનના મુદ્દે કર્મચારીઓએ બુધવારે હિંસક દેખાવો કર્યા હતા. કર્મચારીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ હતી અને તેના પર સમગ્ર વિશ્વનું ધ્યાન ગયું હતું. એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે કામદારોએ પ્લાન્ટમાં પગાર અને કોરોના નિયંત્રણો વિશે ફરિયાદ કરી હતી, પરંતુ કંપનીએ ઝેંગઝોઉ ફેક્ટરીમાં કોવિડ-પોઝિટિવ સ્ટાફની નવી ભરતી કરી હોવાનો ઇનકાર કર્યો હતો.

ફેક્ટરીમાં વિરોધ પ્રદર્શનમાં કામદારોની સુરક્ષા કર્મચારીઓ સાથે અથડામણના ફૂટેજ બહાર આવ્યા પછી. ફોક્સકોને બુધવારે મધ્ય ચીનમાં તેના વિશાળ પ્લાન્ટમાં “હિંસા” ફાટી નીકળવાની પુષ્ટિ આપી હતી. આ પ્લાન્ટમાં છેલ્લા ઘણા અઠવાડિયાઓથી કોરોનાને લગતા પ્રતિબંધોનો સામનો કરી રહેલા કર્મચારીઓએ ફેકટરીના દરવાજા પાસે લાગેલા બેરિકેડસ તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરી રહેલા ફેકટરી કર્મીઓને સુરક્ષા કર્મીઓેએ માર માર્યો હતો. કેટલાક ફેકટરી કર્મીઓને પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતાં.

ઝેંગઝોઉ સ્થિત ફોક્સકોન ટેકનોલોજીના પ્લાન્ટમાં સરકારની ઝીરો કોવિડનીતિને કારણે કર્મચારીઓની ઘટ સર્જાતા કંપની દ્વારા જાહેર ખબર આપીને નવા કર્મીઓની ભરતી કરાઈ હતી. કર્મચારીઓનો આરોપ છે કે, ફોક્સકોને જાહેરખબર આપીને ઊંચા વેતનનો વાયદો કર્યો હતો. એક કર્મચારીએ જણાવ્યું કે, ઊંચા વેતનની જાહેરખબરથી પ્રેરાઈને પોતાની કેટરિંગની નોકરી છોડી દીધી હતી. પરંતુ, મંગળવારે કંપનીએ તેમને આ વેતન લેવા માટે વધુ ૨ મહિના કામ કરવાનું કહેતા તેના જેવા ચીનના ખુણે ખુણેથી આવેલા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. ચીની સોશિયલ મીડિયામાં ફોક્સકોનના કર્મચારીઓ જોડે પોલીસ દ્વારા કરવામાં આવેલી મારઝુડના વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયોમાં લોહીથી લથપથ લોકોને જોઈ શકાય છે.

LEAVE A REPLY