અમેરિકાના ઇન્ડિયા રાજ્યના વાલપરાઇઝો શહેરના પબ્લિક જિમમાં રવિવારે સવારે છરીથી હુમલો કરવામાં આવ્યાં હતા. 24 વર્ષીય હુમલાખોર જોર્ડન એન્ડ્રેડે વરુણ પર છરીથી હુમલો કર્યો હતો. અધિકારીઓએ આ હુમલાના કારણની તપાસ કરી રહ્યાં છે.
આ ઘટના પછી એન્ડ્રેડની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ઘાતક હથિયાર અને હત્યાના પ્રયાસના આરોપ મૂકવામાં આવ્યાં હતા. હિંસક હુમલા પછી વરુણને ફોર્ટ વાયની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેના બચવાની શક્યતા ઝીરોથી પાંચ ટકા સુધીની છે.
હુમલાખોર એન્ડ્રેડે પોલીસને જણાવ્યું હતું કે તે સવારે મસાજ કરાવવા ગયો હતો અને તે બીજા માણસને શોધવા માટે મસાજ રૂમમાં ગયો હતો, જેને તે ઓળખતો ન હતો પરંતુ “થોડો વિચિત્ર” લાગ્યો હતો. આ વ્યક્તિ તેના માટે જોખમી હોવાનું જણાતા તેને હુમલો કર્યો હતો.