બેડફર્ડશાયરમાં સમુદાયની સેવાઓ બદલ વિનોદભાઇ ટેલર, ડી.એલ.ને MBE એનાયત

0
511

બેડફર્ડશાયરમાં સમુદાયની સેવાઓ બદલ વિનોદભાઇ ટેલર, ડી.એલ.ને ક્વીન્સ બર્થડે ઓનર્સમાં MBE એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

વિનોદભાઇ ટેલર 1972માં યુગાન્ડાથી યુકે આવ્યા હતા અને 1974માં બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રે સેવીઓ આપી હતી. તેમણે 2017-2018 દરમીયાન બેડફર્ડશાયરના હાઇ શેરીફ તરીકે સેવાઓ આપી હતી અને હાલમાં તેઓ બેડફર્ડશાયરના હર મેજીસ્ટી ડેપ્યુટી લેફ્ટનન્ટ તરીકે સેવાઓ આપે છે.

વિનોદભાઇએ જણાવ્યું હતું કે “ક્વીન્સ બર્થડે ઓનર્સમાં મને એમ.બી.ઇ. સન્માન અપાયું તે બદલ હું ગર્વ અનુભવું છું અને મને મળેલો આ એવોર્ડ હું વિવિધ ચેરિટીઝ અને સમુદાયોને સમર્પિત કરું છું જેમણે મને સેવા કરવાની તક આપી છે. મને હંમેશા એમ લાગ્યું છે કે જરૂરીયાતમંદો, વૃદ્ધો, હોસ્પિટલો, પોલીસ, એમ્બ્યુલન્સ સેવાઓ, નર્સો અને ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસીસમાં સેવાઓ આપતાં ફ્રન્ટ લાઇન કામદારોને મદદ કરવી જરૂરી છે.”

તેઓ બેડફર્ડશાયરના એલ એન્ડ ડી હૉસ્પિટલ, બેડફર્ડ હોસ્પિટલ, કીચ હૉસ્પિસ, નૉઆહ વેલ્ફેર, મેરી સીકોલ, એજ કન્સર્ન, વાયએમસીએ, સ્ક્વેર્ડ, બેડફર્ડશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ, કીસ્ટેજ હાઉસિંગ, સાઇનપોસ્ટ, ઇસ્ટ ઑફ ઇંગ્લેન્ડ એમ્બ્યુલન્સ, બેડફર્ડશાયર પોલીસ અને મીનીંગફૂલ એજ્યુકેશન સાથે સંકળાયેલા છે.