(ANI Photo/ Team India Twitter)

ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ બિશ્કેક, કીર્ગીસ્તાનમાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરના પોતાના ત્રણેય મુકાબલા જીતીને આગામી જુલાઈમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે ક્વોલિફાય થઈ છે.

ભારતીય કુસ્તી મહાસંઘના તત્કાલિન પ્રમુખ બ્રિજ ભૂષણ શરન સિંઘ સામે જાતીય સતામણીના મુદ્દે વિનેશ સહિત કેટલાક કુસ્તીબાજોએ લાંબો સમય ધરણા યોજી દિલ્હીમાં ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. માનસિક હતાશ થયેલા કેટલાય કુસ્તીબાજોને પ્રેકટિસ કરવાની પણ પૂરતી તક નહોતી મળી. છતાં નિરાશા ખંખેરીને વિનેશે ભારતનું પ્રતિનિધિત્વ કરવા તમામ તાકાત લગાવી દીધી હતી અને અંતે સફળતા હાંસલ કરી હતી.

વિનેશ ફોગાટ (૫૦ કિ.ગ્રા. જુથ) ઉપરાંત અંશુ મલિક (૫૭ કિ.ગ્રા) અને અંડર-૨૩ વર્લ્ડ ચેમ્પિયન રીતિકા (૭૬ કિ.ગ્રા.) પણ ઓલિમ્પિક્સ માટે ક્વોલીફાય થયા છે. ૫૩ કિ.ગ્રા. કેટગરીમાં અંતિમ પંઘલ અગાઉ ક્વોલીફાય થઈ ચુકી છે.

પુરૂષ સ્પર્ધકોમાં હજુ એક પણ ક્વોલિફાય થયા નથી.

વિનેશે આ સાથે ૨૦૧૬ (રીયો), ૨૦૨૦ (ટોકિયો) અને ૨૦૧૪ (પેરિસ) આમ સળંગ ત્રણ ઓલિમ્પિક રમશે. તેણે પ્રથમ મેચમાં કોરિયાની ચેન સામે ૧ મીનીટ ૩૯ સેકંડમાં, બીજી મેચમાં કમ્બોડિયાની દિત સામે ૬૭ સેકંડમાં અને ત્રીજી મેચમાં કઝાખસ્તાનની ગાન્કઝી સામે વિજેતા રહી હતી.

LEAVE A REPLY