ભારતની મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટે કોરોના વાઈરસના રોગચાળાના લાંબા વિરામ પછી કુશ્તીના અખાડામાં વાપસી સાથે ‘યૂક્રેનિયન રેસલર્સ એન્ડ કોચીઝ મેમોરિયલ ટૂર્નામેન્ટ’માં રવિવારે (28 ફેબ્રુઆરી) ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિનેશે 2017ની વિશ્વ ચેમ્પિયન વી. કાલાદજિંસ્કી સામે ફાઈનલમાં વિજય મેળવ્યો હતો.
વિશ્વ રેન્કિંગમાં ત્રીજા ક્રમની વિનેશે સાતમાં ક્રમની બેલારૂસની હરીફને પરંતુ 10-8ની લીડ મુકાબલો જીતી લીધો હતો.
ગયા વર્ષે કોરોના વાઈરસના રોગચાળાને કારણે બંધ થયેલી રમતગમત સ્પર્ધાઓ પછી વિનેશની આ પ્રથમ સ્પર્ધા હતી. તે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થયેલી એકમાત્ર ભારતીય મહિલા રેસલર છે.