પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડર્બીશાયરના અમેરિકન ડીનરના માલિક વિનેશ કોટેચાને આયર્લેન્ડમાં યોજાઇ રહેલી સુપરકાર રેલીમાં જતી વખતે ગયા વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ લેમ્બોર્ગિની એવેન્ટાડોર કારને 113 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચલાવવા બદલ £1,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને લાયસન્સ પર છ પેનલ્ટી પોઈન્ટ આપવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટે આગળની નંબર પ્લેટ ન હોવા બદલ £300 દંડ ફટકાર્યો હતો. તેમણે £620 ખર્ચ અને £520 સરચાર્જ ચૂકવવો પડશે. તેઓ રેલી માટે હોલીહેડ તરફ જઈ રહેલી 220 સુપરકારમાંથી એકમાં સવાર હતા.

હાઈ સ્ટ્રીટ, ન્યુહોલના 41 વર્ષીય વિનેશ કોટેચા વર્ષે £150,000 કમાય છે અને સ્વાડલિનકોટની ફર્સ્ટ ફેન્સમાં કંપનીના ડિરેક્ટર છે. તેમના લાયસન્સ પર પહેલેથી જ ત્રણ પોઇન્ટ છે અને ભવિષ્યના કોઈપણ ગુનામાં જો ત્રણ વધુ પોઇન્ટ મળશે તો તેમનું લાયસન્સ રદ થશે.

તેમની કાર યુકેમાં £277,000 અને £358,000 ની વચ્ચે વેચાય છે. કોટેચાએ કોઈ ટિપ્પણી કરી ન હતી. વિનેશ કોટેચા, ઉમેશ કોટેચા સાથે જ્હોન સ્ટ્રીટ, ચર્ચ ગ્રેસ્લીમાં આવેલી રેસ્ટોરન્ટ અમેરિકન ડીનરના માલિક છે જે ગયા મહિનાની શરૂઆતમાં બંધ થઈ હતી.

LEAVE A REPLY