પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાની કોર્ટે વિઝા ફ્રોડ અને ષડયંત્રના મામલામાં 33 વર્ષીય વિનયકુમાર પટેલને દોષિત ઠેરવ્યાં છે. 6 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા ત્રણ દિવસના જ્યુરી ટ્રાયલ પછી પેન્સિલવેનિયાના મિડલ ડિસ્ટ્રિક્ટ માટે યુનાઈટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસે આ જાહેરાત કરી હતી. હવે વિનયકુમાર પટેલને મહત્તમ 25 વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે.

યુનાઇટેડ સ્ટેટ્સના એટર્ની ગેરાર્ડ એમ કરમના જણાવ્યા અનુસાર વિનયકુમાર લોક હેવન, PAમાં ફ્યુઅલ-ઓન કન્વીનિયન્સ સ્ટોરના મેનેજર હતાં. જૂન 2019માં પટેલે ન્યૂ જર્સીમાં તેના એક સહયોગીનો સંપર્ક કર્યો અને તે વ્યક્તિને ફ્યુઅલ-ઓન સ્ટોર પર લૂંટ કરવા માટે કોઇ વ્યક્તિને રાખ્યો હતો. આવી બનાવટી લૂંટ થયા પછી આરોપીએ યુ-વિઝા માટે અરજી કરવા માટે લૂંટના PSP અહેવાલોનો ઉપયોગ કર્યો હતો. યુ-વિઝા એ યુ.એસ. સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસિસ દ્વારા અપરાધનો ભોગ બનેલા નોન સિટિઝનને અપાતા વિશેષ વિઝા છે. લૂંટ થઈ ત્યારે આરોપી પાસે અમેરિકામાં કોઈ કાયદેસર ઈમિગ્રેશન સ્ટેટસ નહોતું.

ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસ અને ક્લિન્ટન કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસે આ મામલાની તપાસ કરી હતી.

LEAVE A REPLY