(PTI Photo)

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ફરી સફળ લેન્ડિંગ કર્યું હતું.વિક્રમ લેન્ડરે ચંદ્રયાન-3 મિશનના ઉદ્દેશ્યો વટાવી દીધા છે અને “હોપ પ્રયોગ” સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, એમ ભારતની અવકાશ એજન્સી ઇસરોએ સોમવારે જણાવ્યું હતું. આ લેન્ડિંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ભવિષ્યમાં સેમ્પલ પરત કરવા અથવા માનવ મિશનને પ્રોત્સાહિત કરશે.

ઇસરોએ જણાવ્યું હતું કે “કમાન્ડને આધારે વિક્રમનનું એન્જિન ચાલુ થયું હતું અને અપેક્ષા મુજબ લગભગ 40 સેમી જેટલું ઊંચું થયું હતું અને 30 – 40 સેમીના અંતરે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. ગયા અઠવાડિયે, ચંદ્રયાન-3 મિશનનું પ્રજ્ઞાન રોવર “સ્લીપ મોડમાં સેટ” કરાયું હતું પરંતુ બેટરી ચાર્જ અને રીસીવર ચાલુ રખાયા હતા.

23 ઓગસ્ટથી પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર લગભગ 100 મીટરનું અંતર કાપ્યું છે અને તેણે મોકલેલી માહિતી ચંદ્રને સમજવામાં આગળના મિશન સાથે મદદ કરશે. ઓક્સિજન, સિલિકોન, ટાઇટેનિયમ, ફેરોનિયમની ઉપલબ્ધતા મોટી આશા જન્માવી રહી છે. આવનારા સમયમાં ચંદ્ર આર્થિક સંસાધનોની જરૂરિયાતો પૂરી કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈસરોનું ચંદ્રયાન મિશન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે ઓછા બજેટમાં મોટી સફળતા કેવી રીતે મેળવી શકાય છે.

LEAVE A REPLY