ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં જણાવ્યું હતું કે જો પાર્ટી ટિકિટ આપશે તો ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પોતે લડશે અને નહીં આપે તો નહીં લડે. રૂપાણીએ પરિવાર સાથે અંબાજીમાં અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં એક પશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, મારે ચૂંટણી લડવાની છે કે નહીં તે પાર્ટી નક્કી કરશે. પાર્ટી મને લડાવશે તો ચૂંટણી લડીશ, નહીં લડાવે તો ચૂંટણી નહીં લડું. તેમણે ઉમેર્યું હતું કે, અમારે ત્યાં વ્યક્તિ નહીં પાર્ટી નક્કી કરે છે.