૧૯૯૨માં થયેલા સ્ટોક માર્કેટ સ્કેમનો એક વેબ સીરીઝને રિલીઝ કરવાની તૈયારી છે. તો બીજી બાજુ દેશના ચાર મોટા ઉદ્યોગપતિઓની તરફથી થયેલી પૈસાની હેરાફેરીને એક ડોક્યુમેન્ટ્રી સીરીઝ દ્વારા દર્શાવામાં આવશે. આ ડોક્યુમેન્ટરી સીરીઝ, દેશમાં કોર્પોરેટ સેકટરમાં જે ચાર ઘોટાળાના થયા છે તે દર્શાવામાં આવશે. આ સીરીઝના નામ સત્યમ, કિંગફિશર, સહારા અને નીરવ મોદી સ્કેમ છે.
તેમજ આ ચોરો ઘોટાળાનો એક સીરીઝમાં સમાવનારી ડોક્યુમેન્ટ્રીનું નામ બેડ બોય બિલેનિયર છે. આ સીરીઝને સપ્ટેમ્બર મહિનામાં રીલીઝ કરવાની યોજના છે. સત્યમ ઘોટાળા વર્ષ ૨૦૦૯માં એક મશહૂર કંપની સત્યમ કોમ્પ્યુટર્સમાં થયો હતો. એ વખતે કંપનીના ચેરમેન બાયરાજુ રામલિંહ રાજુ હતા તેમણે માન્યું હતું કે કંપનીના ખાતાઓમાં ગલત રીતે દેખાડવામાં આવ્યા હતા.
જ્યારે કિંગફિશર તંપનીના માલિક વિજય માલ્યા દેશની બેન્કોમાં કુલ નવ હજાર કરોડનો કરજો લઇને ફરાર છે. સહારા ઇન્ડિયા પરિવાર કંપની પર ધોખાખાડીનો કેસ છે. સહારાની બે કંપનીઓ દ્વારા સહારાએ ખોટી રીતે લોકોના પૈસાથી કમાણી કરી હતી.આ સીરીઝમાં ચોથું નામ નીરવ મોદી ઘોટાળા પર છે.
નીરવ મોદી હીરાનો વેપારી છે જે અબજોપતિ છે તેણે ખોટાગેરન્ટી કાગળો મેળવીને ભારતીય ઋણદાતાઓ પાસેથી વિદેશી ઋણ લીધા છે જેનો ખુલાસો પંજાબ નેશલ બેન્કે કર્યો હતો. આ અનુસાર તેમણે રૂપિયા ૧૪૦૦ કરોડની હેરફોરી કરી છે. આ ચારેય ઘોટાળાઓને એક જ ડોક્યુમેન્ટરીમાં દર્સાવામાં આવશે.