કોરોનાની બીજી લહેરને પગલે વિવિધ રાજ્યોમાં લોકડાઉનથી ઓટો ક્ષેત્રને ફટકો પડ્યો છે. મે 2021 દરમિયાન દેશમાં પેસેન્જર વ્હિકલના વેચાણમાં 61 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો.
સોસાયટી ઓફ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સિયામ)ના આંકડા મુજબ મે મહિનામાં 88,045 યુનિટ પેસેન્જર વ્હિકલનું વેચાણ થયું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 61.2 ટકાનો ઘટાડો દર્શાવે છે. મે 2019માં દેશમાં 2,26,975 યુનિટ પેસેન્જર વ્હિકલનું વેચાણ થયું હતું. ગયા મહિને પેસેન્જર વ્હિકલનું વેચાણ 41,536 યુનિટ નોંધાયું હતું, જ્યારે વર્ષ 2020ના સમાન મહિનામાં 14,460 યુનિટ વેચાયા હતા. મે મહિનામાં ટુ-વ્હિકરનું વેચાણ વર્ષ 2019ના સમાન મહિનાની તુલનાએ 79.6 ટકા ઘટીને 3,52,717 યુનિટ અને થ્રી-વ્હિલરનું વેચાણ 97.6 ટકા ઘટ્યું હતું.