ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં સોમવારે મોડી રાત્રે ત્રાસવાદી હુમલામાં 3 લોકોનાં મોત થયાં હતા અને 15થી વધુ લોકો લોકો લોકો ઘાયલ થયા છે. હુમલાખોરે 6 અલગ અલગ સ્થળો પર ફાયરિંગ થયું હતું. પોલીસે એક હુમલાખોરને ઠાર માર્યો હતો અને બીજા હુમલાખોરની શોધખોળ ચાલુ કરી હતી.
ઓસ્ટ્રિયાના ગૃહપ્રધાન આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટના સમર્થકોને જવાબદાર ગણાવ્યા હતા અને જણાાવ્યું હતું કે ઘટનાને આતંકી હુમલા સિવાય બીજું કંઈ ન કહી શકાય. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાને જણાવ્યું હતું કે સેન્ટ્રલ વિયેનાના થયેલા હુમલામાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા અને કેટલાંક લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ઇસ્લામિક ત્રાસવાદીએ કર્યો હતો. તેમણે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.
પોલીસ અધિકારીઓ માને છે કે એક કરતાં વધુ હુમલાખોર હતા. હુમલાખોરને શોધવા માટે 1,000થી વધુ જવાનોને કામે લગાડવામાં આવ્યા છે. પડોશી દેશોએ સહાયની ઓફર કરી છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે યહૂદીના ધર્મસ્થળની બહારથી ચાલુ કરીને ગનમેને મધ્ય વિયેનાના છ સ્થળો પર હુમલો કર્યો હતો. કોરોનાને કારણે રાષ્ટ્રવ્યાપી કરફ્યુના અમલ પહેલાની સાંજે લોકો ખરીદી કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરે ઓટોમેટિક રાઇફલ સાથે બાર્સમાં લોકો પર ગોળીબાર ચાલુ કર્યો હતો.
પોલીસે રાત્રે શહેરના મધ્યભાગની ઘેરાબંધી કરી હતી અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવાનો આદેશ આપ્યો હતો. ઘણા લોકોએ બાર અને હોટેલમાં આશ્રય લીધો હતો. સમગ્ર શહેરમાં જાહેર પરિવહન બંધ કરવામાં આવ્યું હતું.
આ હુમલાને વિશ્વભરના દેશોએ વખોડી કાઢ્યો હતો. યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, નોર્વે, ગ્રીસ અને અમેરિકાના નેતાઓએ આ હુમલા અંગે આઘાત અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે અમે વિયેનાના લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. નિર્દોષ લોકો પરના હુમલા બંધ થવા જોઇએ. રેડિકલ ઇસ્લામિક ત્રાસવાદીઓ સહિતના ત્રાસવાદીઓ સામેની લડાઇમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને યુરોપના દેશોના સમર્થનમાં છે.