ફિલ્મની દુનિયામાં ઓસ્કારની સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ તરીકે જાણીતો છે. તેનું સંચાલન કરતી કમિટી ધ એકેડમી ઓફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાયન્સે આ વર્ષે 395 ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પર્સનાલિટીઝનો તેમાં મતદાન કરવા માટે તેમાં સમાવેશ કર્યો છે. જેમાં બોલીવૂડમાંથી વિદ્યા બાલન, એકતા કપૂર અને શોભા કપૂરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્કાર માટે આ વર્ષે 46 ટકા મહિલાો, 39 ટકા અન્ડરરીપ્રેઝન્ટેટેડ સમૂહો અને 53 ટકા દુનિયાભરના 50 દેશોને સામેલ કરવામાં આવ્યા છે.
વિદ્યા, એકતા અને શોભા પહેલા બોલીવૂડમાંથી પ્રિયંકા ચોપરા, દીપિકા પદુકોણ, ઇરફાન ખાન, અમિતાભ બચ્ચન, આમિર ખાન, ઐશ્વર્યા રાય, સલમાન ખાન, ગૌતમ ઘોષ અને બુદ્ધદેબ દાસગુપ્તા જેવા ફિલ્મકારોની ઓસ્કારની વોટિંગમાં પસંદગી કરવામાં આવી હતી. વિદ્યા બાલન પોતાની અભિનય ક્ષમતા માટે જાણીતી છે, તે પસંદગીની ફિલ્મોમાં જ કામ કરે છે. જ્યારે એકતા અને શોભા કપૂર બોલીવૂડ અને ટેલિવિઝન જગતની ટોચની પ્રોડયુસર છે.