ઇટલીની એક કોર્ટે તાજેતરમાં અચરજ પમાડે તેવો ચુકાદો આપ્યો. મીડિયા રીપોર્ટ્સમાં જણાવ્યા મુજબ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે, 2009ના લાક્વિલાના ભૂકંપના કેટલાક પીડિતો તેમના પોતાના મૃત્યુ માટે આંશિક રીતે જવાબદાર હતા અને તેમના વારસદારો માટે વળતર ઘટાડવું જોઈએ.
સેન્ટ્રલ ઇટલીના અબ્રુઝ્ઝો પ્રદેશમાં મહિનાઓના આંચકાઓ પછી 6 એપ્રિલે વહેલી સવારે 3:32 કલાકે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લાક્વિલાના આ ઐતિહાસિક કેન્દ્રમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા અને 309 લોકોના મોત થયા હતા.
એક બિલ્ડિંગમાં મૃત્યુ પામેલા 24 લોકોના વારસદારો દ્વારા રજૂ કરાયેલ લાખો યુરોના નુકસાન માટેના કેસમાં ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, રાત્રે અગાઉ બે આંચકા આવ્યા હોવા છતાં પીડિતો પાછા જઇને સુઇ ગયા હતા. મેસ્સેગ્ગેરો ડેઇલીના રીપોર્ટ મુજબ, આ ઘટનામાં 30 ટકા મૃત્યુ માટે અફરાતફરીને જવાબદાર માનવામાં આવે છે.
મારિયા ગ્રાઝિયા પિકસિન્ની નામની વકીલ અને મૃત્યુ પામનાર 25 વર્ષીય વિદ્યાર્થિની ઇલારિયા રામબાલ્ડીની માતાએ જણાવ્યું હતું કે, નિષ્ણાતોએ વિનાશક ભૂકંપની આશંકા ફગાવી હતી તે ધ્યાનમાં રાખીને આ ચુકાદો નિરર્થક છે. તેઓ હવે આ ચુકાદા સામે અપીલ કરશે. ઇટલીના મેજર રિસ્ક્સ પ્રીવેન્શન કમિશનના સાત સભ્યોને ભૂકંપ પહેલા રહેવાસીઓને આપવામાં આવેલી સલાહ માટે શરૂઆતમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જોકે તેમાંથી એક સિવાયના તમામને પછીથી ફેરવવામાં આવશે.
લાક્વિલાના આ ભૂંકપમાં 1600 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ઓછામાં ઓછો 80 હજાર લોકો બેઘર થયા હતા.
–