વિકી કૌશલે તાજેતરમાં પોતાનો જન્મ દિવસ ન્યૂયોર્કમાં ઉજવ્યો હતો, જેમાં તેની સાથે કેટરિના કૈફ પણ હતી. લગ્ન પછી વિકી કૌશલનો પ્રથમ જન્મ દિવસ હતો. આ ઉજવણીનો એક વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં વિકી તેના જન્મ દિવસની કેક સાથે જોવા મળી રહ્યો છે.
તેણે આખો દિવસ મિત્રો સાથે ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો. વિકી કૌશલે તેના સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે કેટરિના કૈફ સાથે તેનો જન્મદિવસ ઉજવતો જોવા મળી રહ્યો છે.
આ તસવીરો પોસ્ટ કરતાં વિકી કૌશલે લખ્યું છે કે, ‘હું મારા મનપસંદ લોકો સાથે નવા વર્ષમાં ઝૂમી રહ્યો છું. મારું હૃદય ઘણી બધી ખુશીઓ અને આભારથી ભરેલું છે. મને આટલો પ્રેમ અને શુભેચ્છાઓ મોકલવા બદલ આપ સહુનો આભાર.’ આ ફોટા અને વીડિયો પોસ્ટ કર્યાના થોડા જ સમયમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયા છે.