(PTI Photo/Kumal Patil)

વાઈસ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ભારતીય નૌકાદળના નવા વડા બનશે, એવી સરકારે ગુરુવારે મોડી રાત્રે જાહેરાત કરી હતી. વાઈસ એડમિરલ ત્રિપાઠી એડમિરલ આર હરિ કુમારનું સ્થાન લેશે, જેઓ 30 એપ્રિલે નિવૃત્ત થશે.

તેઓ એવા સમયે નૌકાદળની બાગડોર સંભાળશે જ્યારે હુથી બળવાખોરો અને સોમાલી ચાંચિયાઓ દ્વારા સતત હુમલાઓ વચ્ચે એડનના અખાત અને તેની આસપાસના વિસ્તારોના અરબી સમુદ્ર અને સોમાલિયાના પૂર્વ કિનારે ભારતીય યુદ્ધ જહાજો વ્યાપકપણે તૈનાત છે. તેમની 40 વર્ષની લાંબી કારકિર્દીમાં ત્રિપાઠીએ ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. 15 મે 1964ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી 1 જુલાઈ 1985ના રોજ નેવીમાં જોડાયા હતાં.

દિનેશ ત્રિપાઠી કોમ્યુનિકેશન્સ અને ઈલેક્ટ્રોનિક વોરફેર એક્સપર્ટ છે અને તેમણે સિગ્નલ કોમ્યુનિકેશન ઓફિસર અને ઈલેક્ટ્રોનિક વોરફેર ઓફિસર તરીકે એડવાન્સ્ડ નેવલ શિપ પર સેવા આપી છે. વાઈસ એડમિરલને નોંધપાત્ર અને પ્રશંસનીય કાર્ય માટે અતિ વિશિષ્ટ સેવા મેડલ અને નેવી મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY