VFS ગ્લોબલના CEO ઝુબિન કારકરિયાની વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (WTTC)ની એક્ઝિક્યુટિવ કમિટીમાં નિયુક્તી કરવામાં આવી છે. કારકરિયાની નિમણૂક છેલ્લા વીસ વર્ષોમાં VFS ગ્લોબલની નોંધપાત્ર વૃદ્ધિ અને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાનનું પરિણામ છે.
VFS ગ્લોબલનું મુખ્ય મથક દુબઈ, UAEમાં છે અને તે સરકારો અને રાજદ્વારી મિશન માટે આઉટસોર્સિંગ અને ટેક્નોલોજી સેવાઓમાં વિશ્વનું સૌથી મોટું નિષ્ણાત છે. VFS 145 દેશોમાં 3,400થી વધુ એપ્લિકેશન સેન્ટર્સના વૈશ્વિક નેટવર્ક સાથે 67 ક્લાયન્ટ સરકારોને વિશ્વસનીય ભાગીદાર તરીકે વિઝા, પાસપોર્ટ અને કોન્સ્યુલર સેવાઓની સેવાઓ આપે છે.
WTTCના પ્રમુખ અને CEO, જુલિયા સિમ્પસને છેલ્લા બે દાયકામાં VFS ગ્લોબલની વૃદ્ધિ દ્વારા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ સેક્ટરમાં તેમના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતાં, ઝુબિન કરકરિયાને કાર્યકારી સમિતિમાં આવકારતાં આનંદ વ્યક્ત કર્યો હતો.
કારકરિયાએ જણાવ્યું હતું કે ‘’WTTCની એક્ઝિક્યુટિવ કમિટીમાં જોડાવું અને ટ્રાવેલ, હોસ્પિટાલિટી અને પર્યટન ક્ષેત્રોમાં વિચારશીલ નેતાઓ સાથે કામ કરવું એ એક સન્માન અને વિશેષાધિકાર છે. હું વૈશ્વિક સામાજિક-આર્થિક વિકાસમાં અને ખાસ કરીને WTTCના એજન્ડાના અમલીકરણ અને ટકાઉ, સમાવિષ્ટ અને સુરક્ષિત પ્રવાસન ઉદ્યોગના સતત વિકાસમાં યોગદાન આપવા માટે આતુર છું.”
એક્ઝિક્યુટિવ કાઉન્સિલ વિશ્વભરની કેટલીક સૌથી પ્રભાવશાળી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કંપનીઓના અધ્યક્ષો, પ્રમુખો અને ચીફ એક્ઝિક્યુટિવ્સ સહિત અગ્રણી ઉદ્યોગ નેતાઓની બનેલી છે.