Veterans and health workers will feature prominently at Charles' coronation
King Charles (Photo by Tim Rooke - WPA Pool/Getty Images)
કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેક માટે લંડનમાં બકિંગહામ પેલેસની સામે બ્રિટનના રાજવી પરિવાર સાથે સંકળાયેલી સખાવતી સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુકેના સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકો, નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના કામદારો સહિત હેલ્થકેર વર્કર્સને ખાસ બાંધવામાં આવેલા ભવ્ય સ્ટેન્ડમાં સ્થાન આપવામાં આવનાર છે. આ માટે લગભગ 3,800 બેઠકો બનાવવામાં આવશે. વધુમાં, 354 ગણવેશધારી કેડેટ દળોને 6 મેના રોજ લંડનમાં એડમિરલ્ટી આર્ક ખાતે શાહી શોભાયાત્રા જોવાની તક આપવામાં આવશે.
લંડનમાં રાજાની શાહી શોભાયાત્રા મોલની સાથે એડમિરલ્ટી આર્ક થઈને ટ્રફાલ્ગર સ્ક્વેર, વ્હાઇટહોલ, પાર્લામેન્ટ સ્ક્વેર થઈને વેસ્ટમિન્સ્ટર એબી સુધી જવાની છે. આમંત્રિત મહેમાનો અને જાહેર જનતાના સભ્યોને સરઘસના રૂટના ટિકિટ વગરના ભાગોમાં છ વિન્ડસર ગ્રે ઘોડાઓ દ્વારા દોરવામાં આવેલ ડાયમંડ જ્યુબિલી સ્ટેટ કોચમાં બિરાજમાન રાજા અને રાણી કેમિલાને બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર એબી સુધીની મુસાફરી કરતા જોવા મળશે. આ દંપતિ ગોલ્ડ સ્ટેટ કોચમાં તેમના મહેલમાં પાછા ફરશે અને બાદમાં બકિંગહામ પેલેસની બાલ્કનીમાં ભીડને આવકારવા સાથે રોયલ એર ફોર્સ ફ્લાયપાસ્ટ જોશે અને સૌને દર્શન આપશે.
તા. 6 મેના રોજ રાજ્યાભિષેક જોવા માટે સમગ્ર લંડન અને બાકીના યુકેમાં વિવિધ સ્થળોએ 57 જેટલી મોટી સ્ક્રીનો મૂકવામાં આવશે જેને 100,000થી વધુ લોકો જોઈ શકશે. કેટલીક સ્ક્રીનો 7 મેના રોજ સુનિશ્ચિત થયેલ વિન્ડસર કાસલ ખાતેના કોરોનેશન કોન્સર્ટને પણ દર્શાવશે.બ્રિટનના રાજા તરીકે ચાર્લ્સનો રાજ્યાભિષેક ભવ્ય રીતે ઉજવાઇ રહ્યો છે અને તા. 6 અને 8 મે વચ્ચે યુકેમાં લાંબા વિકેન્ડમાં સ્ટ્રીટ પાર્ટીઓ કરવામાં આવનાર છે.

LEAVE A REPLY