(ANI Photo)
જાણીતી ટેલિવિઝન સિરિયલની સ્ટોરીને વધુ રસપ્રદ બનાવવા અને દર્શકોને આકર્ષિત કરવા માટે અણધાર્યા વળાંક આપવાની તૈયારીઓ થઈ ગઈ છે. સિરિયલના મેકર્સે કેટલાક ટ્વિસ્ટ્સ સાથે જનરેશન લીપનું આયોજન કર્યું છે. ત્યારપછી નવી સ્ટારકાસ્ટની મદદથી સ્ટોરીને આગળ લઈ જવામાં આવશે. ઓડિયન્સ સમક્ષ ટૂંક સમયમાં પોસ્ટ-લીપ એપિસોડ્સની ઝલક પણ રજૂ કરવામાં આવશે.
સીરિયલનું આકર્ષણ જાળવી રાખવા નવા પ્રોમોનું શૂટિંગ કરવામાં આવશે. તેના માટે પીઢ અભિનેત્રી રેખા સાથે મુંબઈની એક હોટેલમાં શૂટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોમોમાં રેખા દ્વારા ગુમ હૈ કિસી કે પ્યાર મૈંની નવી પેઢીનો પરિચય અપાશે. પ્રોમોનું શૂટિંગ બે ભાગમાં કરાશે. બીજા ભાગમાં ફિલ્મની આગળની સ્ટોરીને રેખા જણાવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રેખાએ ગુમ હૈ કિસી કે પ્યાર મૈંના લીડ એક્ટર્સ આયેશા સિંહ, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માને પણ અગાઉ ઈન્ટ્રોડ્યુસ કર્યા હતા. લીપ બાદ શક્તિ અરોરા, ભાવિકા શર્મા અને સુમિલ ગુલિયા સિંહ લીડ રોલ કરવાના છે. લીપ બાદ આ શોમાં બે ફીમેલ લીડ સ્ટાર્સ અને એક મેલ લીડ સ્ટાર રહેશે તથા અગાઉના ત્રણેય લીડ સ્ટાર્સની શોમાંથી વિદાય થશે.

LEAVE A REPLY