જાણીતા ફિલ્મ અને ટીવી પીઢ અભિનેતા સુનીલ શેંડેનું સોમવારે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 75 વર્ષના હતા. સુનીલ શેંડે ‘સરફરોશ’, ‘ગાંધી’, ‘વાસ્તવ’ સહિતની ઘણી બોલીવુડ ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. સુનીલ શેંડે મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ જ લોકપ્રિય હતા.
શેંડેએ મુંબઈના વિલે પાર્લે ઈસ્ટ સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની જ્યોતિ, બે પુત્રો હૃષિકેશ અને ઓંકાર, પુત્રવધૂ અને પૌત્રો છે. સુનીલ શેંડેએ ‘મધુચંદ્રચી રાત’, ‘જસ બાપ તાશે પોરમ’, ‘ઈશ્વર’, ‘નરસિમ્હા’, ‘કાથુંગ’ જેવી ઘણી મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
30 વર્ષથી વધુની કારકીર્દિમાં સુનીલ શેન્ડેએ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. ગાંધી, ખલ નાયક, ઘાયલ, ઝિદ્દી, દાઉદ, મગન અને વિરુદ્ધ જેવી ફિલ્મોમાં તેમણે મુખ્ય સહાયક ભૂમિકાઓ ભજવી હતી. આમિર ખાન અભિનીત સરફરોશમાં તેમની સૌથી યાદગાર ભૂમિકાઓમાંની એક નાયબ પોલીસ કમિશનર હતી.