સાઉથ લંડનમાં ક્રોયડનમાં રહેતા ભારતીય મૂળના 31 વર્ષીય વેરુશન મનોહરનની ગુરુવારે તેની 89 વર્ષીય દાદી સકુંથલા ફ્રાન્સિસની હત્યાના આરોપસર ધરપકડ કરી તેની સામે આરોપ મૂકાયો હતો.
મંગળવારે રાત્રે ફ્રાન્સિસને છરાના ઘા સાથે મૃત હાલતમાં મળી આવ્યાના થોડા સમય બાદ આરોપી વેરુશનની ઘટના સ્થળે ધરપકડ કરાઇ હતી. તેને ગુરુવારે ક્રોયડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કસ્ટડીમાં હાજર કરી તેના પર હત્યાનો આરોપ મૂકાયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, “મૃતક અને આરોપી દાદી અને પૌત્ર છે. પૂછપરછ ચાલુ છે અને આ તબક્કે, મૃત્યુના સંબંધમાં અન્ય કોઈની શોધ કરાતી નથી.”
લંડન એમ્બ્યુલન્સ સર્વિસે મંગળવારે રાત્રે ઘટના સ્થળે જઇને તપાસ કરી તેમને મૃત જાહેર કરાયા હતા. નિષ્ણાત અધિકારીઓ દ્વારા તેમના પરિવારને ટેકો આપવામાં આવી રહ્યો છે.