સાંસદોની ક્રોસ-પાર્ટી કમિટીએ સરકારને વેન્ચર કેપિટલ ફર્મ્સને ટેક્સ બ્રેક્સ અને કરદાતા દ્વારા ફંડેડ એન્ટરપ્રાઇઝ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમનો લાભ આપતાં પહેલાં તેઓ જે બિઝનેસીસ અને કંપનીઓમાં રોકાણ કરે છે તેની માહિતી સહિત જે તે કંપનીઓના વિવિધતાના આંકડા પ્રકાશિત કરવા માટે દબાણ કરવા હાકલ કરી છે.
2021માં મહિલા સ્થાપકોના બિઝનેસીસને વેન્ચર કેપિટલ ફંડિંગના માત્ર 2 ટકા જ મળ્યા હતા અને અશ્વેત અને વંશીય લઘુમતી લોકોની આગેવાનીવાળા બિઝનેસમાં તો તેનાથી પણ ઓછું ફંડીંગ ગયું હતું.
ટ્રેઝરી સિલેક્ટ કમિટીએ જણાવ્યું હતું કે ભંડોળ મેળવતા ઉદ્યોગસાહસિકો અને ધિરાણ કરવાના નિર્ણયો લેનારા બંનેમાં મહિલાઓ અને વંશીય લઘુમતીઓનું ઓછું પ્રતિનિધિત્વ ઉદ્યોગના વિકાસને રોકે છે. વેન્ચર કેપિટલ ફર્મ્સે ઇન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ ઇન્વેસ્ટિંગ ઇન વુમન કોડનું પાલન કરવું પણ જરૂરી હોવું જોઈએ અને જો તેઓ ન કરતા હોય તો તેઓ શા માટે નથી કરતા તે સમજાવવું જોઇએ.
ટ્રેઝરીએ કહ્યું છે કે તે ભલામણો પર વિચાર કરશે અને ઉમેર્યું હતું કે “ઉચ્ચ વૃદ્ધિની સંભાવના ધરાવતી નવીન કંપનીઓ માટે ભંડોળ પૂરું પાડવામાં વેન્ચર કેપિટલના મહત્વને જોતાં, તે યોગ્ય છે કે સરકાર આ ક્ષેત્રને સમર્થન આપવાનું ચાલુ રાખે છે.”