(ANI Photo)

બિલિયોનેર અનિલ અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે વેદાંત લિમિટેડમાંથી વિભાજિત કરવામાં આવેલી છ કંપનીઓ આખરે તેમની યુકે સ્થિત પેરેન્ટ વેદાંત રિસોર્સિસ કરતાં મોટી બનશે. અહીં ઉલ્લેખનીય છે કે અનિલ અગ્રવાલે નવા રોકાણકારોને આકર્ષવા અને દેવાના બોજને હળવો કરવા માટે ભારત ખાતેની વેદાંતનું છ કંપનીઓમાં વિભાજન કરવાની જાહેરાત કરી છે.

69 વર્ષના અગ્રવાલે એક (અગાઉ ટ્વિટર) જણાવ્યું હતું કે “વેદાંતના નિર્માણની મારી સફરમાં, મને સૌથી અદભૂત શેરહોલ્ડર્સ મળવાનો આશીર્વાદ મળ્યો છે. આપ સબ મેરે પરિવાર કે સદસ્ય હૈ, જેમ તમે હંમેશા મારી પડખે ઉભા રહ્યા છો, તેમ હું હંમેશા તમારી સાથે રહીશ.”

ડિમર્જર પાછળના હેતુની માહિતી આપતા તેમણે કહ્યું કે આ નિર્ણય ઝડપી વૃદ્ધિ અને વધુ વળતર મેળવવાની આકાંક્ષાને કારણે લેવામાં આવ્યો હતો. વેદાંતને છ એકમોમાં વિભાજિત કરવા પાછળનો વિચાર આકાંક્ષા પ્રેરિત છે, માત્ર મારી જ નહીં પણ તમારી પણ ઝડપી વૃદ્ધિ અને વધુ વળતર જોવાની મહત્ત્વકાંક્ષા છે. જ્યાં સુધી દરેક એકમની સાચું મૂલ્ય બહાર નહીં આવે ત્યાં સુધી  હું આરામ કરીશ નહીં. આ નવું દરેક એકમ પેરન્ટ કંપની કરતાં મોટું બનશે. તે ‘પ્યોર પ્લેન’ની શક્તિ છે. મને કોઈ શંકા નથી, આપકે સાથ સે, હમ હોંગે ​​કામ્યાબ.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે કંપની શેરધારકો અને બોન્ડધારકોના હિત માટે પ્રતિબદ્ધ છે. સમયસર ચૂકવણી કરવામાં ક્યારેય કોઈ સમસ્યા થશે નહીં. છ કંપનીઓના પોતાના સીઈઓ હશે. આ સીઈઓ કંપનીમાં હિસ્સેદાર પણ હશે. કંપનીઓ શ્રેષ્ઠ નિષ્ણાતો દ્વારા ચલાવવામાં આવવી જોઈએ

LEAVE A REPLY