REUTERS/Danish Siddiqui//File Photo

અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંત રિસોર્સિસની ભારતીય માઇનિંગ કંપની વેદાંત લિમિટેડ એલ્યુમિનિયમ સહિતના તેના મુખ્ય બિઝનેસને અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં ડિમર્જ કરવા અને ડિમર્જ્ડ એન્ટિટીમાં ઋણની ફાળવણીના માર્ગ પર આગળ વધી રહી છે. કંપનીએ કહ્યું છે કે ડિમર્જ થનારી દરેક કંપનીની એસેટ્સના પ્રમાણમાં ડેટની ફાળવણી કરવામાં આવશે.   વેદાંત આ મુદ્દા પર તેના લેણદારો સાથે સમજૂતીના અંતિમ તબક્કામાં છે.

ડિમર્જર પછી તમામ કંપનીઓઓમાં ડેટની ફાળવણી અંગે સ્પષ્ટતા થઈ ગઈ છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ તાજેતરમાં પૂર્ણ થયેલી ઈન્વેસ્ટમેન્ટ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે ‘નિર્ધારિત માન્ય નિયમો અને શરતો અનુસાર ડિમર્જ્ડ એન્ટિટીઝને ફાળવવામાં આવેલી એસેટ્સના પ્રમાણમાં દેવું તેમની વચ્ચે વહેંચવામાં આવશે.’

વેદાંત એલ્યુમિનિયમનું ઉદાહરણ ટાંકીને અધિકારીએ કહ્યું હતું કે કંપનીની એસેટ્સની બુક વેલ્યૂના પ્રમાણમાં તેને ડેટની ફાળવણી થશે. ટ્રાન્ઝેક્શન ટેક્સ-ન્યૂટ્રલ રહે તેની કાળજી લેવામાં આવશે. વેદાંતે ગત સપ્ટેમ્બરમાં મેટલ, પાવર, એલ્યુમિનિયમ અને ઓઈલ-ગેસ બિઝનેસને ડિમર્જ કરવાની જાહેરાત કરી હતી અને તેના દ્વારા સંભવિત વેલ્યૂ અનલોકની વાત કરી હતી. આ કવાયત અંતર્ગત છ સ્વતંત્ર કંપનીઓ-વેદાંત એલ્યુમિનિયમ, વેદાંત ઓઈલ-ગેસ, વેદાંત પાવર, વેદાંત સ્ટીલ એન્ડ ફેરસ મટીરિયલ્સ, વેદાંત બેઝ મેટલ્સ અને વેદાંત લિમિટેડ-ની સ્થાપના થશે.

ડિમર્જરની સાથે વેદાંત દેવામાં ઘટાડો કરવાના પ્રોગ્રામ પણ આગળ ધપાવી રહી છે અને દેવું ઘટાડવા માટે પણ તેણે નક્કર યોજના ઘડી છે. આગામી ત્રણ વર્ષમાં તે 3 અબજ ડોલરનું દેવું ઘટાડશે તેવો ટાર્ગેટ છે અને એ રીતે તેનું નેટ ડેટ લેવલ 9 અબજ ડોલરથી નીચે લાવવાનું તેનું આયોજન છે.

LEAVE A REPLY