(ANI Photo)

વેદાંત લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તે ગ્રૂપ કંપની ટ્વીન સ્ટાર ટેક્નોલોજીસ લિમિટેડ પાસેથી સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે બિઝનેસ હસ્તગત કરશે. આ ખરીદીથી ઇન્ટિગ્રેટેડ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ બિઝનેસની વેદાંત ભારતની પ્રથમ કંપની બનશે. ટ્વીન સ્ટાર ટેકનોલોજી વોલ્કન ઇન્વેસ્મેન્ટ લિમિટિડનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. વોલ્કન ઇન્વેસ્ટમેન્ટ વેદાંતની હોલ્ડિંગ કંપની છે.

વેદાંતે જણાવ્યું હતું કે “એક્વિઝિશન ટ્વીન સ્ટાર ટેક્નોલોજીસ લિમિટેડ (TSTL) સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે SPVsના ફેસ વેલ્યુ પર શેર ટ્રાન્સફર મારફત અમલી બનશે. TSTL વેદાંત લિમિટેડની  હોલ્ડિંગ કંપની વોલ્કેન ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.”

આ પુનર્ગઠન સાથે વેદાંત લિમિટેડે તેના ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે ગ્લાસ મેન્યુફેક્ચરિંગ સાહસોને ઉમેરવાની જાહેરાત કરી હતી.

વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે “વેદાંત ભારતને ઈલેક્ટ્રોનિક્સમાં આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં સિલિકોન વેલીના નિર્માણની આ શરૂઆત છે, જે એક અદ્યતન અને વિશ્વ કક્ષાની ઈલેક્ટ્રોનિક્સ ઈકોસિસ્ટમ છે. મારું સપનું છે કે દરેક ભારતીય યુવાનો પાસે સસ્તો સ્માર્ટ ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રિક વ્હિકલ હોય.”

LEAVE A REPLY