Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

સુપ્રીમ કોર્ટે વેદાંતનાં તમિલનાડુ ખાતેના બંધ કરાયેલા પ્લાન્ટમાં ઓક્સિજન ઉત્પાદન કરવાની મંજુરી આપી છે. કોરોના સંકટને જોતા સુપ્રીમ કોર્ટે ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે નિષ્ણાતોની કમિટીની રચના કરી છે, જે એ નક્કી કરશે તેમાં કેટલા લોકોની જરૂર છે, વેદાંત આ પ્લાન્ટમાં મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરશે અને તે મફતમાં ઓક્સિજન પુરો પાડશે. હકીકતમાં, તમિળનાડુમાં વેદાંત સ્ટરલાઇટ પ્લાન્ટ ખોલવા માટે એક અરજી કરવામાં આવી હતી, જે ત્રણ વર્ષથી બંધ હતો.

વેદાંત વતી વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે વેદાંત સ્ટારલાઇટ પ્લાન્ટમાં માત્ર ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માંગે છે. જેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ રાષ્ટ્રીય આપત્તિ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે રાજકીય તકરાર ન હોવી જોઈએ. એમ કહીને સુપ્રીમ કોર્ટે વેદાંતાને તુતીકોરિન કોપર પ્લાન્ટમાં માત્ર ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.

દેશમાં કોરોના સંકટ સતત ભયાનક બન્યું છે. વધતા દર્દીઓના કારણે આરોગ્ય સુવિધાઓ કથળી રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડની તીવ્ર અછત છે. અત્રે ઉલ્લેખનિય છે કે તુતીકોરિન સ્થિત સ્ટરલાઇટ પ્લાન્ટને રાજ્ય સરકારે પણ ખોલવાની મંજુરી આપી દીધી છે, આ પ્લાન્ટને તમિલનાડુ સરકારે મે 2018માં તેના વિરૂધ્ધ થયેલી હિંસા બાદ બંધ કરી દીધો હતો, તે હિંસામાં 13 લોકોનાં મોત થયા હતાં.