Rs.1 crore recovered from deceased DGFT officer's house in Rajkot
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇને ગુજરાતમાં ભષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા આઇએએસ અધિકારી કે રાજેશના બેન્ક લોકરમાંથી રૂ.5 કરોડ રોકડા અને બીજી કિંમતી વસ્તુઓ મળી આવી છે. કે રાજેશ ગુજરાતના 2011ની બેચના IAS અધિકારી અને સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ કલેક્ટર છે. તેમની સામેની તપાસમાં સુરેન્દ્રનગરની નેશનલાઈઝ બેંકમાં આવેલા રાજેશના લોકરની તપાસ કરતા તેમાંથી 5 કરોડ રૂપિયા કેશ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી આવ્યા હતા.

અગાઉ સીબીઆઇ ભ્રષ્ટાચારના કેસમાં ગુજરાત સામાન્ય વહીવટ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર કનકીપતિ રાજેશ (કે રાજેશ)ની ધરપકડ કરી હતી. સીબીઆઇએ એકસાથે ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત અને ઓફિસરના વતન રાજ્ય આંધ્રપ્રદેશમાં દરોડા પાડ્યા હતા.

સીબીઆઇના દિલ્હી યુનિટને દાખલ કરેલી ભ્રષ્ટાચારના ફરિયાદને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ આઇએએસ ઓફિસર વતી વચેટિયા તરીકે મોહંમદ રફીક મેમણ નામનો વ્યક્તિ લાંચ ઉઘરાવતો હતો. તેની પણ સુરતમાં ધરપકડ કરવામાં આવી હતી. કે રાજશની સૌરાષ્ટ્રમાં પોસ્ટિંગ દરમિયાન કાર્યકાળ કલંકિત રહ્યો હતો. તેમની સામે ભ્રષ્ટાચારને અનેક ફરિયાદો થઈ હતી. સીબીઆઇએ કેસ દાખલ કર્યા બાદ તેમની ગૃહ વિભાગમાં બદલી થઈ હતી. કે રાજેશ હાલમાં ગાંધીનગરમાં સામાન્ય વહીવટ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે કામ કરે છે. બંદૂકના લાઇસન્સની પરવાનગીમાં લાંચ અને સરકારી જમીન ખાનગી વ્યક્તિઓને પધરાવ્યા સહિતની 20થી વધુ ફરિયાદ કર્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.