રોમન કેથોલિક ધર્મના સર્વોચ્ચ સ્થાન વેટિકને હિન્દુ સમુદાયને દિવાળીની શુભકામના પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે મહામારીના પડકારોથી ઊભી થયેલી નિરાશા અને અનિશ્ચિતતા વચ્ચે આંતરધાર્મિક એકતા લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે.
પોન્ટિફિકલ કાઉન્સિલ ફોર ઇન્ટરરિલિજિયસ ડાયલોગે શુક્રવારે દીપોના પર્વ તરીકે ઓળખાતા દિવાળીના તહેવારોના પ્રસંગે હિન્દુ ધર્મના તમામ લોકોને શુભકામના પાઠવી હતી. કિશ્ચિયન અને હિન્દુઃ સાથે મળીને નિરાશાના સમયમાં લોકોના જીવનમાં પ્રકાશ લાવી શકે છે તેવો આ સંદેશનો મુખ્ય વિષય હતો.
એક નિવેદનમા જણાવ્યું હતું કે મહામારીથી ઊભી થયેલી નિરાશ અને અનિશ્ચિતતા વચ્ચે આ ઉત્સવની ઉજવણીથી તમામ જીવન, ઘર અને સમુદાયમાં સારા ભાવિની આશા સાથે પ્રકાશ ફેલાય તેવી શુભેચ્છા.